ચાહુ છું
ચાહુ છું
પ્રભુ આ જીવન હવે આધાર તારો ચાહુ છું,
પ્રભુ આ જીવન હવે કિરદાર સારો ચાહુ છું,
ખૂબ રઝળ્યો જીવ આ સંસારમાં સુખ માણવા
રોલ કરવા છે નવા સહકાર તારો ચાહુ છું,
ખૂબ ઘેરો સમુદ્ર છે તરવા સક્ષમ ના હું હવે
પાર કરવા હું હવે આધાર તારો ચાહુ છું,
નાવ અટકી છે હવે મઝધાર મારી જાણ તું
મેઘ રહમતનો જ અનરાધાર તારો ચાહુ છું,
આંખ સામે પ્રભુ હું દીદાર તારો ચાહુ છું,
આજ મૃદુલ મન ઉપર અધિકાર તારો ચાહુ છું.
