બલા બોલી બેફામ
બલા બોલી બેફામ
હવે જામી ગયો જંગ, બલા બોલી બેફામ,
કાગડીને રાખી સંગ, બલા બોલી બેફામ,
ભાડે લીધો અવાજ કૂતરાં-મીંદડાં તણો,
પૂંછડી રાખીને તંગ, બલા બોલી બેફામ,
દુનિયાનો સમુદ્ર જાણે તેનામાં સમાયો,
મોઢેથી કાઢી તરંગ, બલા બોલી બેફામ,
મહા તપસ્વીઓને પણ રહ્યું નહિ ભાન,
કરતી તપનો ભંગ, બલા બોલી બેફામ,
‘સાગર’ ગળી ગઈ હો’ જાણે આખી બંદૂક,
નિશાન તાકી અઠંગ, બલા બોલી બેફામ.
