ભલું પૂછવું
ભલું પૂછવું
કદી સસલું સિંહને ખાય તો ભલું પૂછવું,
ને માલિક પટાવાળો થાય તો ભલું પૂછવું,
સલામ ભરે સામે તો ‘સાહેબ, સાહેબ’ કરી,
પાછળથી માછલાં ધોવાય તો ભલું પૂછવું,
ગરજે ગધેડાને બાપ તો પહેલાથી કીધો,
ગધેડીને ‘મા’ કહી પૂજાય તો ભલું પૂછવું,
માંસ-મટનની સૌને ખુશબૂ વહેતી લાગે,
ને અત્તર છાંટેલા ગંધાય તો ભલું પૂછવું,
કલા આવી બબડતી, તું કર ન મોટી મોટી,
વોંકળા ‘સાગર’ થૈ લહેરાય તો ભલું પૂછવું.
