ભજીયા
ભજીયા
ભેગા થવાનું કારણ લાવ્યો
આજે ગરમ ભજીયા લાવ્યો
ડુંગળી મરચા સાથે કઢી લાવ્યો
જીગર સાથે જીગરજાન લાવ્યો,
મિત્રોમાં કોઈ ના હોય સરીખું
સૌ ના અલગ અલગ ચરિત્રો
કોઈની માટે ગોટા લાવ્યો
કોઈ માટે બટાકા ના પિત્તા લાવ્યો
આજે ગરમ ભજીયા લાવ્યો,
મિત્રોમાં છે એક મસમોટો
માટે એનું બટાકાવડું લાવ્યો
બીજો એક છે બઉ માયાળુ
એના લીધે દાળવડું લાવ્યો
આજે ગરમ ભજીયા લાવ્યો,
સાથે છે મરચા ભરેલા
એક બે દોસ્તો છે બી એવા
એક દોસ્ત છે કવિ હૃદયથી
એના માટે પાત્રા લાવ્યો
આજે ગરમ ભજીયા લાવ્યો,
ભજીયા લેતા હાથ મળે છે
છે એ. એમ મને હાશ મળે છે
દોસ્તો માટે જલસા લાવ્યો
ભાઈબંધોની જાન લાવ્યો
આજે ગરમ ભજીયા લાવ્યો.
