STORYMIRROR

pooja dabhi

Abstract Romance Fantasy

3  

pooja dabhi

Abstract Romance Fantasy

બદલતા જમાનાનો હમસફર

બદલતા જમાનાનો હમસફર

1 min
194

'હમસફર'......

આ નવા બદલાતા જમાનાનો હમસફર

 કેવો હોવો જોઈએ ? 

પહેલા તો એને રસોઈ આવડવી હોવી જોઈએ,

જેનામાં કાબેલીયત એવી હોવી જોઈએ કે

એક સ્ત્રી ન હોય તો એ કોઈ પર નિર્ભર બની ન રહે,

કેમકે એક છોકરી પોતાનું ભવિષ્ય બનાવીને પણ

 એ બધે જ આગળ રહે છે તો

છોકરો કેમ ન શીખી શકે રસોઈ બનાવતા ? 


'હમસફર'..... 

આ નવા બદલાતા જમાનાનો હમસફર

કેવો હોવો જોઈએ ? 

એક આખા ઘર ને સંભાળી શકવો જોઈએ,

ખાલી બોલવામાં જ સંભાળી નહિ પરંતુ પોતાની બધી ફરજો પણ સારી રીતે નિભાવી શકે એવો હોવો જોઈએ,


'હમસફર'..... 

આ નવા બદલાતા જમાનાનો હમસફર

કેવો હોવો જોઈએ ? 

તે બધાની વચ્ચે તો ઠીક છે પણ

એકલામાં પણ આપણી ઈજ્જત કરતો હોવો જોઈએ,

 

'હમસફર'...... 

આ નવા બદલાતા જમાનાનો હમસફર

કેવો હોવો જોઈએ ? 

જે આપણી કોઈ પણ ભૂલ પર તમાચો મારનાર નહિ

પણ પ્રેમથી ભૂલ સુધારતા શીખવાડે

એવો હોવો જોઈએ...! 


'હમસફર'...... 

આ નવા બદલાતા જમાનાનો હમસફર

કેવો હોવો જોઈએ ? 

આપણા રોજિંદા જીવનના દુઃખને સમજી શકે એવો હોવો જોઈએ..... 

હમસફર સાથે રહેનાર નહિ

પણ સાથ આપનાર હોવો જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract