બૈરી મારી ગરોળીથી બીવે છે
બૈરી મારી ગરોળીથી બીવે છે
બૈરી મારી ગરોળીથી બીવે છે
મારાથી નહીં,
ઓ બાપા રે...બૂમો પાડે
પાડોશીઓ દોડી આવે
મારે છેલ્લે કેવું પડે
બૈરી મારી ગરોળીથી બીવે છે
મારાથી નહીં..
ગરોળી પણ ઓછી નથી ભાઈ
બૈરીની પાછળ થઈ જાતી
બંને સ્રીલિંગ જાત ગણાતી
બહુ સમજાવી નથી સમજતી
બૈરી મારી ગરોળીથી બીવે છે
મારાથી નહીં,
સાવરણીનું શસ્ત્ર બનાવી
દૂરથી હું છું છું કરતો
મનમાં ના જા ના જા કરતો
બૈરી સામે વીર ગણાતો કારણ
બૈરી મારી ગરોળીથી બીવે છે
મારાથી નહીં,
એક દિ એની પૂંછડી કાપી
ઘર બહાર ઊંચકી ને ફેંકી
પડોસણની બૂમો આવી
એ પણ ગરોળીથી બીવે છે
એના ઘરવાળાથી નહીં,
ચાર દાડા સારું ચાલ્યું
શરૂ પાછી ઓ બાપ રે ની બૂમો
એક ગઈ ને બીજી આવી
સાથે બે તેના પોઈરા લાવી
બૈરી મારી ગરોળીથી બીવે છે
મારાથી નહીં,
બાથરૂમ ટોઇલેટ ફ્રીઝ નીચે ભરાતી
બેખોફ ઘરમાં એ મહાલતી
કયારેક મારા ખયાલમાં રમતી
હું ગરોળી હોત તો..કારણ
બૈરી મારી ગરોળીથી બીવે છે
મારાથી નહીં.
