બાટલીપારાયણ
બાટલીપારાયણ
પગ લથડયા ને બાટલી ફૂટી,
નીચે પડતા તો હાડકી તૂટી,
ખાવામાં હોય ભલે ચૂલાની રાખ,
પીવા માટે પૈસા લઈ જાય ઝૂંટી,
બજારે જઈ ખાધો પેથીપાક,
આવીને ઘેર નિજ બૈરી કૂટી,
ગીરવે મૂકી છે અક્કલ બધી,
પ્રભુ પાસે માગવા બુદ્ઘિ ખૂટી,
કલા કહે ‘સાગર’ આવા ભાયા,
પહેરી લે બંગડી-ઝાંઝર-બૂટી.
