અમને ન ફાવે
અમને ન ફાવે
આમ, રોકટોકથી ભમવું એ અમને ન ફાવે,
અમે, તો ખળખળ વહેતું ઝરણ,
આમ, સીધી લીટી દોરતાં અમને ન આવડે,
ઝાડ જેમ સ્થિર, હલનચલન વિના ?! સ્વપ્નેય નહીં !
અમે તો ઓલ્યા વેલની શાખ માફક ચંચળ,
આમ, મૂંઝાઈ બેસી રહેવું અમને ન ગમે,
સાપ નહીં અમે કે ડંસતા આવડે,
અમે તો પેલું વાંદરીનું માકડું,
જેના કૂદયા વિના અમને ન ચાલે,
શ્રીમંતોને તો પૈસા ને આરામ,
અમે તો ગરીબીમાં ચાલતાં મુસાફર,
આમ, અધવચ્ચે અટકવું 'વેદી' અમને ન શોભે.
