માનવીના ખેલ
માનવીના ખેલ
ચાંદલિયો ભાગે છે ને,
સૂરજનો દાવ છે,
પણ એમને શી ખબર,
આ અંતરિક્ષના નહીં,
માનવીના ખેલ છે,
હવે સમજાયું,
પૃથ્વી વચાળમાં કેમ છે ?
એનો મોકો ખોવાઈ ગયો છે, ને,
બીજી રમતની રાહ જુએ છે,
બીજા ગ્રહોને કહી દો કે,
એમનો વારો આજ નહીં જ આવે,
કારણ,
પહેલા પણ કીધું હતું,
આ સુંદર વિશાળ અંતરિક્ષના નહીં,
પરંતુ દુષ્ટ માનવીના ખેલ છે.
