જગતનો તાત
જગતનો તાત
1 min
202
જગતનો તાત તું,
જગતનો નાથ તું,
તારા વિના આ ધરતી પર જીવવું તે અશક્ય,
એ જાણ તું,
માટી માંહે જન્મ્યો,
માટીમાં રમ્યો તું,
આખરે સમાઈ જાય માટીમાં જ તું,
શ્રામને માથે ચઢાવી,
ધન અને ધન્ય પામે તું,
છતાં કંઈ ન ઉપજતા
અકારણ મૃત્યુ પામે તું,
શા કાજે આ ઉપાય શોધ્યો છે ?
બસ આજે જાણી લે તું,
ધરતી ખેડી,
ધાન આપી;
આનંદ ને હર્ષોલ્લાસ પામ તું.
