માતૃભાષા ગુજરાતી
માતૃભાષા ગુજરાતી
બોલી શકું છું...સંભાળી શકું છું...
તું છે તો
મારા અંતરની
ખુશી હોઈ કે વેદનાઓ
તને કહી શકું છું...
માની મમતાની બક્ષીશ છે તું મારી...
આ ભૂમિ પર વાસ છે તુજનો...
એટલે જ ગુર્જર ભૂમિની છું
એમ હકથી કહી શકું છું...
જાણે છે ને તું...
તારી દીકરી કહું છું મુજને..
ને એ પણ લાડકાવાયી...
ને ગર્વ છે એનો...ખુદ પર
એટલે જ તો
તારી સેવા કરવાનું જાતને કહી શકું છું,
ને બસ એનું વરદાન માંગી ચૂકી છું.
