પૂનમની રાત્રી
પૂનમની રાત્રી
1 min
390
આ પૂનમની રાત્રીને મઢાવી લ્યોજી,
પછી કહેતા નહીં કે ચાંદની ફીકી પાડવા લાગી છે...
આ ધ્રુવના તારલા સાથે સ્ટેચ્યુ રમી લ્યોજી,
પછી કહેતા નહીં કે દિશાઓ ઓછી જડવા લાગી છે..
આ ટમટમતા તારલાઓને ચંદ્રમા પથરાઈ જવાનું કહીદ્યોજી,
પછી કહેતા નહીં કે રોશની ઓછી પાડવા લાગી છે..
બસ આ રજનીના સૌંદર્યને માણી લ્યોજી,
પછી કહેતા નહીં કે નિશા-ની અંધેરી નડવા લાગી છે.
