હેપી હોળી
હેપી હોળી
1 min
342
ચાલ રંગી દઈએ આજ પૂરું આસમાન
ને ચાલ રંગી દઈએ પૂરી ધરતી
વધાવણી છે ફાગણની
તો ચાલ રંગી દઈએ ફાગણને પણ રંગથી
કેસુડાની કળીઓને પાણીમાં મિલાવી
ચાલ પીચકારી હાથમાં પકડીએ
તો ચાલ હવે આ સરિતાને પણ
પીચકરીથી નવરાવી દઈએ
હા ધ્યાન રાખજો
પીચકરી પણ બાકી ના રહેવી જોઈએ
તો ચાલ આજે પીચકારીને પણ બતાવી દઈએ
કોને કહેવાય રંગોને કોને કહેવાય પલાળવું
તો 'વેદી' ચાલ જાતને પણ હવે
થોડી રંગીલી બનાવી દઈએ
