STORYMIRROR

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

અલીબેન, ટલીબેનનો ઝઘડો

અલીબેન, ટલીબેનનો ઝઘડો

1 min
249

અલીબેન..ટલી તું નકામી છે તારી કીટ્ટા,

ટલીબેન તું લુચ્ચી છે.. જા તારી કીટ્ટા,


મારે તારી સાથે વાત નથી કરવી કીટ્ટા. કીટ્ટા,

તું તો સંબંધોનાં કરે તું લીરા..જા તારી કીટ્ટા.


રાઈ જેટલી વાતનો પહાડ કર્યો જા તારી કીટ્ટા..કીટ્ટા,

હવે તો જિંદગીભર નથી કરવી બુચ્ચા....બુચ્ચા.


જા હવે તું અલી તું તો છો જ લુચ્ચી..લુચ્ચી,

આવા નાટક તારાં ટલી, તું તો ડોળ કરે ખોટા..ખોટા,

ટલી ગપગોળા તું તો ફેંકે મોટા...મોટા.


પરિવાર ના કાઢી નાખ્યાં તે તો કુચ્ચે ...કુચ્ચા,

હવે તો નથી કરવી તારી કદી બુચ્ચા..બુચ્ચા.


પેણીબેન ને સેણીબેન વચ્ચે પડ્યાં સમાધાન કરાવવા,

પણ ભાવના અહમની ટક્કરમાં બંને પિસાયા... પિસાયા.


ચાર ચોટલા છૂટાં પડ્યાં જુઓ રોતા..રોતા,

ઓટલા સૂનાં સૂનાં થયા ણીબેનની વાટ જોતા...જોતા.


ઓટલો બોલ્યો આવો હું સૂનો પડયો નિંદારસ વિના.. વિના.

સમજીને કરો હવે ચોટલા પરિષદ એકબીજાની બુચ્ચા.. બુચ્ચા.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy