અખિલ બ્રહ્માંડમાં એક તું કામનો
અખિલ બ્રહ્માંડમાં એક તું કામનો
અખિલ બ્રહ્માંડમાં બસ એક તું કામનો
વ્યર્થ માયા બાકી બધી જગતની
દેશમાં રૂપિયો, પરદેશમાં ડોલર
હોય જો ખિસ્સામાં તો ઊંચું રહે કોલર
અખિલ બ્રહ્માંડમાં બસ એક તું કામનો,
રાજમાં વજન તું, સિપાહીનો દંડો તું
કાયદે અર્થઘટન તું, ન્યાયમાં દંડ તું
કચેરીએ તનખા તું, ઘરમાં તન્હાઇ તું
કરમાં કરચોરી તું, રાજનો હુકમ તું
અખિલ બ્રહ્માંડમાં બસ એક તું કામનો,
વેદમાં વચન તું, શાસ્ત્રમાં શ્લોક તું
કથામાં પૂરાણ તું, યજ્ઞમાં ઘી તું
સંતનો ત્યાગ તું, ભજનમાં સાર
તું
અન્નકૂટમાં ભોગ તું, પેટમાં પ્રસાદ તું
અખિલ બ્રહ્માંડમાં એક તું કામનો,
બેંકમાં ઋણ તું, બજારમાં ચલણ તું
જોખમે વીમો તું, કારોબારમાં શેર તું
સોનામાં ઘરેણું તું, હીરામાં તેજ તું
નામ રૂપ જૂજવાં, અંતે તો તું નો તું
અખિલ બ્રહ્માંડમાં એક તું કામનો,
સંબંધમાં સાર તું, મીઠામાં ખાર તું
મિત્ર તું, દુશ્મન તું, મિત્રનો મિત્ર તું,
પ્રેમ તું, હેત તું, તુજ વિના પાંગળો પ્રેમ છે
ખાંડમાં મીઠાશ તું, કારેલામાં કડવાશ તું
અખિલ બ્રહ્માંડમાં એક તું કામનો.