STORYMIRROR

Mrugtrushna Tarang

Comedy Fantasy

4  

Mrugtrushna Tarang

Comedy Fantasy

અહ્મસ્મિ

અહ્મસ્મિ

1 min
511

ન શોધ હવે મને પૂછી

એક જ પ્રશ્ન વારેઘડીએ...

કોણ છે તું ?


ન પજવ મને ફરી ફરી

પૂછીને એજ એ પ્રશ્ન...

નામ, ઠામ, ઠેકાણું શું તારું !

ને

કોણ છે તું ?


ગત કેટલાય જન્મોથી 

ફેરા ફરું તું મારા

ને હું તારા

તોય

ફરી ફરી શીદને પૂછું

એક જ એ અણગમતો પ્રશ્ન

કે,

કોણ છો તું ? 

ને 

ક્યાંથી અવતરણ થયું અહીં તારું !


બસ... બ...સ....

બહુ થયું હવે તો...

બંધ કર લવારા તારા...

ને

પકડ વાટ બીજે ગામની...

કે

ચાલતી જ પકડ હવે તો...

આ ભવની...

મળશું આવતા ભવે...


જૂની ઓળખાણ

ને

જૂની વાતોને વાગોળતાં

થાય જ્યારે તું તૈયાર..

ને

ફરી ફરી ન પૂછ મને

વારેતહેવારે

ને

વારેઘડીએ...

કે,

કોણ છે તું ?

શું નામ છે તારું ?

ક્યાંથી અવતરણ થયું આ ધરા પર ?

...

જતા જતા આવી દયા...

પેલી જેઠાલાલવાળી જ સ્તો દયા...

આવીને ખડખડાટ હસી પડી...

ને

ગરબે ઘૂમતાં બોલી ય પડી...

...હું પરીઓની રાજદુલારી રેવડી..


હું પરીદેશથી આવી છું.....

કેમ ?

તને તેડવા જ સ્તો વળી..

સુખ-શાતા આખરે તારી કને જ મને જડી..

લે, 

હું તો તને વરવા જ અહીં આવી છું..

ન પૂછવા જોગ રાખતો કોઈ પ્રશ્ન

હવે એકેય..

કે,

કોણ છું હું

ને

કે કારણે તારી કને આવી છું...!


Rate this content
Log in

Similar gujarati poem from Comedy