આવી દિવાળી ને ફરી
આવી દિવાળી ને ફરી
લ્યો, આવી દિવાળી ને ફરી ઘર ઘર છે ઉજાણી
ટમટમ થતાં આ દીવડાઓ ને રાત છે અંધારી,
તોડી નાખવા કાળમીંઢ પથ્થર જેવા અંધારાને
આકાશે ફટાકડાની રોશની થોડીવાર ફેલાણી,
રંગોનો તો ઉત્સવ છે ને ચારેકોર રંગો પથરાયા
ઘર આંગણ રંગોળીથી દિવાળી પણ રંગાણી,
ઘર આંગણ સાફ થયા ટોડલે તોરણીયા બંધાયા
અવનવી મીઠાઈઓ તો ઘરે ઘરે સૌને પીરસાણી,
હકડે ઠઠ છે બજારો આનંદની છે ત્યાં રેલમછેલ
લ્યો, ફરી દિવાળી આવી ઉલ્લાસની કરી સવારી.
