આંખો
આંખો
અનોખો જાદુ કરતી આંખો
જયારે હામી ભરતી આંખો,
શબ્દોથી ક્યાં સાહસ થતું
પહેલી પહેલ કરતી આંખો,
મેળાવડા જેવો લાગે એકાંત,
ભીડમાં એકલી પડતી આંખો,
ગમ કે ખુશી ના પારખી શકો
અણધારી નિતરતી આંખો,
નામ એવું કોઈ બોલી ઊઠે તો
એને શોધવા માંડતી આંખો,
મૌનનો અડિંગો અડીખમ રહેતો
કેટલી વાતો કરતી આંખો.

