કરાર
કરાર
કાજલનો શણગાર કરીને,
આંખો ચૂપ છે વાર કરીને
મળો, તો અજાણ્યા થઈને
એવો, ગયા છે કરાર કરીને
એકલતામાં ચકાસી લીધો
પડછાયાને પણ યાર કરીને
ખબર પૂછવા આવ્યા હતા
એ ગયા વધુ બીમાર કરીને
મુહૂરત નથી હોતા મોતના
પ્રેમ થાય ના વિચાર કરીને
લોકોને શાંતિ મળીજાય છે
કોઈની વાતો બે ચાર કરીને

