મિજાજ
મિજાજ
રેત પર લખેલા નામ વંચાય ક્યાં સુધી ?
આ દરિયાનાં મોજા લહેરાય ત્યાં સુધી
ચાલને જીવી લઈએ મિજાજ પ્રમાણે, પ્રાસંગિક હાવભાવ વહેંચાય ત્યાં સુધી
વરસો મન મૂકી, ટહુકા બની ને ગાજો ધીરગંભીર રૂઢિઓ સહેવાય ક્યાં સુધી ?
દર્દ હો આંખોમાં, પ્યાલામાં હો શરાબ
કોને ખબર પડશે છલકાય ત્યાં સુધી ?
ભલે ને એ છેલ્લા શ્વાસે સ્વીકારે મને
હારી ગયા એવુ કેમ કહેવાય ત્યાં સુધી

