હાથતાળી
હાથતાળી
કેટલા બંધનો પાળી બેઠાં
સાંકળો ને પંપાળી બેઠાં
જવાબી પત્રો બાળવા જતાં
હાથ પોતાનો બાળી બેઠાં
દેખાય ના આંસુ વારસાદમાં
એટલે ખુદને પલાળી બેઠાં
બન્ને બાજુ છાપ છે સરખી
કેવો સિક્કો ઉછાળી બેઠાં ?
તમે મોતથી ડર્યા કરો છો
અમે દઈને હાથતાળી બેઠાં
