આસપાસ
આસપાસ
પ્રેમથી દૂર ઘણું ને, દોસ્તી-યારીની આસપાસ
હવે મન રહ્યા કરે છે સમજદારીની આસપાસ
થઇ ગઈ છે ફરતી એ શહેરમાં ગલિએ ગલિએ
કહાની,જે ફરતી હતી મારી-તમારી આસપાસ
ખોવાયા હતા જેની બોલકી આંખોની વાતોમાં
એની જ વાતો છે,હવે દુનિયાદારીની આસપાસ
ખબર છે, હવે દેખાય એમ નથી ચાંદ કે ચહેરો
તોય, નઝરો જાય, એ જ અટારીની આસપાસ
સતત અનુભવ્યા કરે ટેરવા,સ્પર્શ એ પાલવનો
ને, આંગળીઓ ફરે એની કિનારીની આસપાસ
બોલતા પહેલા જેમને ખુબજ વિચારવું પડે છે
હોય છે વર્તન એમનું, અદાકારીની આસપાસ

