STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Classics Inspirational

જીવી જવાય

જીવી જવાય

1 min
9

જંગ હોય કે જીભાજોડી,જીતી જવાય છે 

પછી પ્રશ્ન ઊભોથશે, શું,જીવી જવાય છે ?


ક્યાં શીખવવું પડે,ઉગવાનું બાવળ-બોરડીને

વગર તાલીમે ફૂલોથી પણ ખીલી જવાય છે


નિરવ શાંતિમાં ના આવે નીંદર એ શક્ય છે

ને, ઘોંઘાટમાં પણ આંખો મિચી જવાય છે


જોતાજ રસ્તામાં એમને ઝબકી જવાય ને,

બોલવું શું એ ધીમે ધીમે શીખી જવાય છે


ઝળહળવામાં ક્યાં હવાતિયાં મારવા પડે ?

જો કરતા હો કીજે, તોય દીપી જવાય છે



Rate this content
Log in

Similar gujarati poem from Romance