STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

આંધળી દોડ

આંધળી દોડ

1 min
300

રૂપિયા પાછળ દોડે છે બધા, રૂપિયાનો બધાની જિંદગી પર ખૂબ પ્રભાવ છે

આંધળી દોડ છે રૂપિયા પાછળ અને છેલ્લે સુધી લાવ લાવ છે,


રૂપિયા કમાવવાની આ આંધળી દોડ લઈ જાય છે ક્યાં ક્યાં સુધી

પહોંચાડે પરદેશના ડોલરિયા દેશો સુધી, છેલ્લે પહોંચાડે ઘાવ છે,


આ રૂપિયાની આંધળી દોડમાં ભાન નથી રહેતી કંઈ

ભાઈ ભાઈ, ભાઈ બહેન અને સંબંધોમાં સર્જે તનાવ છે,


રૂપિયા પાછળ ભમતા ભમતા થઈ જવાય છે સાત સમંદર પાર

મોડું થઈ ગયું હોય છે, જ્યારે સમજાય કે આતો છિદ્રોવાળી નાવ છે,


આ રૂપિયાની તરસ પણ છે અજબ ગજબ ભરી તરસ

જેમ વધે રૂપિયા તેમ વધે તરસ, એવો થઈ જાય સ્વભાવ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract