મસ્ત આંખોનું મૈખાનું
મસ્ત આંખોનું મૈખાનું
પીવાનું તો એક અમથું બહાનું હતું
ને એની મસ્ત આંખોનું મૈખાનું હતું
આ કદમ લડખડાયા'તા જે દિશામાં
મૈખાનાનું એ બાજુ જ સરનામું હતું
પીધા પછીથી જે કઈ પણ બન્યું હતું
ક્યાં કંઈજ આખા જગતથી છાનું હતું
તૌબા પછી એ મને સામા મળી જતાં
ને ડહાપણ પછી બધું જ નકામું હતું
અહીં ઘટના ખુશીની હોય કે ગમની
અમારે તો બસ પીવા માટે બહાનું હતું
આ જમાનો કરતો રહ્યો ઈર્ષ્યા જામની
એટલું તો મસ્ત આ શરાબખાનું હતું
"પરમ" નશામાં છું જે'દિથી "પાગલ"
તે'દિથી જ આ જીવન હોશ વાળું હતું