Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

નિશ્ચય

નિશ્ચય

1 min
256


નિશ્ચય ડગમગે તો સમજો કે હજી પણ મંઝિલ દૂર છે,

લડખડાતા કદમો જ હવે ખુદ રાહ પર મજબૂર છે !


ક્યાં છે હિંમત ? ક્યાં છે જુનૂન ? ને ક્યાં છે બળ ને ખમીર ?

ધ્રૂજતા કદમોમાં આત્મ-વિશ્વાસ પણ ચકનાચૂર છે !


નજર પણ થાકીને લમણે હાથ દઈને બેસી ગઈ અંતે,

રગેરગમાં થઈ વ્યાપ્ત હવે નકામી નિરાશા દુષ્પુર છે !


ભીતરનો સૂતેલો અર્જુન જાગે ને ઉઠાવે હવે જો ગાંડીવ,

તો ખુદ કૃષ્ણ પણ હવે મદદ કરવા અત્યંત આતુર છે !


બસ એક અડગ નિશ્ચય ઝઝૂમવાનો આંધી સામે અચાનક,

ને ઝંઝાવાત સામે પણ અકબંધ હવે દીવાનું નૂર છે !


એક ચળવળ પળપળ ભીતર થાય સતત સળવળ,

"પરમ" તને પામવાનો નિશ્ચય તો હવે "પાગલ" ને પ્રચૂર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational