Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ગુંજન

ગુંજન

1 min
400


આંખમાં તારા પ્રેમનું આંજયું અમે અદ્વિતીય અંજન છે,

કેવું ગજબનું બેખુદીનું આ આપણું અનોખું બંધન છે !


ને ખૂબી જ છે એ તારા દર્શનની અનોખી હરવખત,

કેટલું મનમોહક તારા એક ગાલનું હસતું ખંજન છે !


તારૂ ને મારૂં મળવું હવે કયા ભવે થશે એ કોને ખબર,

તારી યાદો થકી જ મારા જખ્મી દિલનું મનોરંજન છે !


આ ખામોશીની કંદરાઓમાં ભટકતી ધડકનોની સદા,

સંભળાય તો સાંભળ તું એ મારૂં જ અરણ્ય રૂદન છે !


હવે તો "પરમ" દર્દની પીર કહેતા શબ્દો પણ થાક્યા,

રાહ જોતા "પાગલ" કાનોમાં સંભળાતું તારૂં જ ગુંજન છે !


Rate this content
Log in