STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

શોધું છું

શોધું છું

1 min
283

સવાલોના નગરમાં જવાબનું ઘર શોધું છું

ગરીબોના નગરમાં નવાબનું ઘર શોધું છું,


ને એક ટકટકી લાગી છે ન જાણે ક્યારથી

ઉમ્મીદોના નગરમાં ખ્વાબનું ઘર શોધું છું,


મજબૂરીમાં મૂલ્યો મૃતપ્રાય ભલે ને થાય

ઝમીરના નગરમાં રૂઆબનું ઘર શોધું છું,


જન્નતની હુરો વચ્ચે સતત ઘેરાયેલો આ હું

સૌંદર્યના નગરમાં શબાબનું ઘર શોધું છું,


મારી પ્યાસની પરાકાષ્ઠા પીઠું કેમ સમજે

નયનોનાં નગરમાં શરાબનું ઘર શોધું છું,


"પરમ" ની પાછળ ભટકી ભટકી થાક્યો

હવે "પાગલ" આશરો મળે એવું ઘર શોધું છું.


Rate this content
Log in