Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

બાંહેધરી

બાંહેધરી

1 min
309

એના ભરોસા ઉપર ભરોસો કરીને જાણે ભૂલ કરી,

અહીં માણસની માણસનેય ક્યાં હોય છે બાંહેધરી !

ભીતરની લાગણીના જોયા નથી કદી અમે તો માપિયા,

આ ભવ્ય ભાવનાનાં ભંડારની ક્યાં હોય છે બાંહેધરી !

આવતી કાલનું શું કામ જોવું સપનું અમથું હમણાં ?

અદ્રશ્ય શ્વાસોની ચાલવાની કદી ક્યાં હોય છે બાંહેધરી !

બસ આ વ્હાલથી વરસતી ક્ષણોમાં પલળી લીધું અમે,

આ આગાહીનાં વરસાદની તો ક્યાં હોય છે બાંહેધરી !

મોકો મળ્યો છે તો આ સ્મિત સ્નેહથી રેલાવી દીધું લ્યો,

ને પછી આ આંસુના સમયની ક્યાં હોય છે બાંહેધરી !

રમત શરૂ કરી છે હારવાના વિશ્વાસે અહીં કબડ્ડીની,

આ જાલિમ જમાના સાથે જીતની ક્યાં હોય છે બાંહેધરી !

"પરમ" પ્રેમ તો થતાં થઈ જાય આપમેળે હર કોઈને,

અંતરના "પાગલ" અહેસાસોની ક્યાં હોય છે બાંહેધરી !

Rate this content
Log in