Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

બાજી સ્વાભિમાનની

બાજી સ્વાભિમાનની

1 min
370


યુગના દરિયામાં મેં ક્ષણની નાવ વહેતી કરી દીધી,

એક સાવ ખાનગી વાત જાહેરમાં ફરતી કરી દીધી !


ભૂત ભાવિની નકામી ચિંતા બંધ થઈ ગઈ અચાનક,

વર્તમાનની આ ઘડીને મેં બાનમાં રાખી મારી કરી લીધી !


પૂર્ણની શૂન્યમાં ને શૂન્યની પૂર્ણમાં ગતિ સતત અહીં,

બે અતિના છેડા વચ્ચે જરા જિંદગી સરખી કરી લીધી !


આદતવશ મન ભટકે ક્ષિતિજ પાર અનંત અનંત,

ને પછી ઝાંઝવાનાં સરોવરમાંથી મટકી ભરી લીધી !


સ્થિરતાનું લક્ષ્ય પામવા આજીવન રહી ગતિ દેહમાં,

ને સહજ ચાલતા ચાલતા સ્થિરતાની ઝોળી ભરી લીધી !


"પરમ" સ્વાર્થમાં હોય છે આત્મહત્યા અભિમાનની,

બાજી સ્વાભિમાનની અનોખા "પાગલ" પન થકી જીતી લીધી !


Rate this content
Log in