યુ ટર્નના ત્રણ નિયમ
યુ ટર્નના ત્રણ નિયમ
અદકલાવડો ઊભો રહે જયારે ઠેસ લાગે
ઊઠતો નથી એદી જ્યાં સુધી ઊઠાડો નહીં,
ચાલે છે સીધો જ્યાં સુધી સીધો કરનારી મળે
ફંટાઈ જાય જયારે મળે નખરાળી કોઈ,
વજન ઘરવાળીની થપાટ વ્યસ્ત પ્રમાણે
અડબોથ ઘરવાળીના વજન પ્રમાણે,
સાસુ વહુના વેદ વચન હોય સામસામા
રહે એકબીજાના વર્ગ કે ઘન જેટલા,
યુ ટર્નના ત્રણ નિયમ ન્યુટન કરતાં ય
જુના જાણીતાં મજબૂત અને અચલ છે.
