વિજ્ઞાન
વિજ્ઞાન


પદ્ધતિસર
અભ્યાસ એટલે
જ્ઞાન વિજ્ઞાન,
ચોક્કસાઈ
આધાર સંશોધન
કરે આગાહી,
વિના પુરાવા
કરવી નહીં વાત
જોઈએ તર્ક,
ખુલાસા સાથે
સમજણ આપવી
પ્રયોગ દ્વારા,
વિજ્ઞાન દ્વારા
ખૂલે નવી દિશાઓ
જ્ઞાન પિપાસા,
નવા સાધનો
વધારે સુખકારી
નવી પદ્ધતિ,
જુનું ચકાસે
નવીન વિકસાવે
જય વિજ્ઞાન.