વીરડો
વીરડો
પાણી મીઠા, વતનભરના, સૂકવાયા ઉનાળે
પ્રાણીમાત્રે, જલ તરસની, જોઈ ઉપાધિ જયારે,
કોઠાસૂઝે, તરહ તરહે, રેતમાં લાગ જોયો
હાથે ખેંચી, સરિત પટમાં, વીરડો વેકરામાં,
ગાળ્યો જેવો, સરવર નદી, વીરડો ઘેલું હસ્યો
નિર્ઝરિણી, અમરત દઈ, માગ આપીને ખસ્યો,
રેતી જેવી, ક્ષણભરમાં, દૂર ભાગી નિર્ઝરી
પાણી આવ્યું, પળભરમાં, મીઠડો નીર કોઠે,
વેરું જાણે, તરસ તરસે, દુઃખ દેખી રિઝાણી
તૃષાતુરો, હરખ હરખે, ને વટેમાર્ગુ સુખી,
પાણી મીઠા, વતનભરના, સૂકવાયા ઉનાળે
આઘે આઘે, નવલ જલના, વીરડે ઋણ દોહ્યાં.
