વાત તો હતી...
વાત તો હતી...
શબ્દોને સમજવામાં તો સૌ પારંગત હતાં,
વાત તો હતી, ભાવ વાંચવાની....
બે લીટીના શબ્દો, ને સાત જનમનો ભાવ,
વાત તો હતી, એકમેકમાં ખોવાઈ જવાની...
હરતાં ફરતાં તો કેટલાય નજરે ચડે છે,
વાત તો હતી, આંખોમાં સમાઈ જવાની...
વાતો તો ખૂટતી જ નથી,
પણ વાત તો હતી, લાગણીના મૌન સંવાદની...
એમ થોડી સમજાશે આ પ્રેમનો કોયડો !
વાત તો હતી, બાદ થઈ ને પણ ઉમેરાઈ જવાની....