Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

વાત જાણે એમ છે

વાત જાણે એમ છે

1 min
440

સૂર્ય સામે કો' પડે, વાત જાણે એમ છે,

દિ' ઢળે સંધ્યા ચડે, વાત જાણે એમ છે,

ખૂબ ઓછું લાગતું રાતરાણીને હવે,

વાત-વાતે એ રડે, વાત જાણે એમ છે,

રાત આખી ભાગતો આંસુડાં સારે શશી,

ઓસનાં બૂંદો વડે, વાત જાણે એમ છે,

દર અમાસે ચાંદને શોધવા દોડે નિશા,

મારગેથી કયાં ખડે ? વાત જાણે એમ છે,

દેહ 'સાગર' કામથી તો રહે સોહામણો,

ચીજ પડતર સૌ સડે, વાત જાણે એમ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract