STORYMIRROR

Gunvant Upadhyay

Abstract Inspirational

3  

Gunvant Upadhyay

Abstract Inspirational

વાચાવિહીન....

વાચાવિહીન....

1 min
13.1K


કહેવાનું તો ઘણું છે

તેમ છતાં કહેવું નથી

તને ખબર છે?

તેં કાન તો કાપી એપેલા કોઈને

શ્રવણશક્તિ ગુમાવી બેઠેલ


અભિનિત ભાષાનો

ઉપયોગ શક્ય ખરો

પરંતું

એ જોવા-સમજવા માટેની આંખ

તેં

અન્યની આંખમાં પરોવેલ


સ્પર્શભાષાને અવકાશ

હતો ખરો

પરંતું

તેં

સ્પર્શી શકાય એવું

તારું સઘળું

બધીર બનાવી મૂકેલ


તો

પછી

હવે

કહે......

આપણી વચ્ચે કઈ રીતે

સંવાદ સંભવે?!


મારે કહેવાનું તો છે ઘણું

પરંતું.......

ધીમે ધીમે

હું પણ

વાચાવિહીન થતો જાઉં છું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract