ઉત્તર
ઉત્તર
મૂક્યા નકશે શીદ શીર્ષસ્થ સ્થાને
નાવિક ઉત્તરે ધ્રુવ જોઈ પ્રસ્થાને,
હિમગિરિ ગિરિરાજ રક્ષતો ઉત્તરે
ગંગા બ્રહ્મપુત્રા તવ શિખર ઉતરે,
ઉત્તર શીર્ષ સમીપે ને પૂર્વ જમણે
સપ્તર્ષિ ઘૂમે સન્મુખ લય લમણે,
ઉત્તર દક્ષિણ રેખાંશ ઊભા ત્રાંસા
પશ્ચિમ જાતા વાયવ્ય વહે વાંસા,
મૂક્યા નકશે શીદ શીર્ષસ્થ સ્થાને
વાત રહે ધ્રુવ અયસ્કાંત અસ્થાને.
