ઉપવન
ઉપવન
તારો એક
એક સ્પર્શ
પાંગર્યો
રુએ રુએ
જેમ પતંગિયું વેરતુજાય
અનેક રંગો ને
એમ તારો પ્રેમ વેરતો
જાય મીઠી વેદના...
જેમ ડાળીએ ડાળીએ
ઘૂમતો ભમરો...
એમ મારા નયનોમાં
પ્રાંગરતો તારો પ્રેમ
કોયલ બોલે મીઠાં
બોલ.. કૂહુ કૂહહુ
એમ તારા મીઠાં
સૂર...!
મારુ અંતર વલોવે
મોર નાચે બાગ બાગ
એમ મારું અંગ અંગ
ઉપવન...
મીઠી બંસી કાના તારી
સુર તાલ મારા પૂરે...