તૂટી જાય છે
તૂટી જાય છે


આજકાલ સાચો પ્રેમ તો ક્યાં થાય છે,
હૃદયથી નહીં શરીરની આકર્ષિત થાય છે,
સપનાં ભેળાં જીવન પસાર કરવાનાં જુએ,
શરીરને પામીને સપનાં રાખ-માટી થાય છે,
પામવું એને લોકો પ્રેમનું નામ આપી જાણે,
અંતરથી ચાહનારા ક્યાં કોઈ મળી આવે છે,
પ્રેમ પ્રેમ કરતાં બીજાં તરફ મન કે ખેંચાય છે !
અધિકારની વાત કરતાં સંબંધ તૂટી જાય છે,
પૈસા પાછળ પ્રેમને બાંધીને રાખનારા લોકોને,
પૈસા પુરા થતાં પ્રેમ પળમાં ભૂલાઈ જાય છે.