Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaishali Mehta

Abstract Children

4.6  

Vaishali Mehta

Abstract Children

'તથાસ્તુ !' હવે કહી દે... હે ઈશ્વર !

'તથાસ્તુ !' હવે કહી દે... હે ઈશ્વર !

1 min
85


કહી દેને હવે કે, 'આ સ્વપ્ન છે'..હે ઈશ્વર ! 

વર્તાઈ રહ્યો કાળો કેર..હે ઈશ્વર !


બુદ્ધિજીવી મનુષ્યના કાવતરા કાળા,

પણ નિર્દોષ કેટલાય પિલાઈ રહ્યા..હે ઈશ્વર !


માણસ જ ભાગે માણસથી આઘો !

કેમ કરી રળવો હવે રોટલો..હે ઈશ્વર !


દિવસે-દિવસ વધી રહ્યો કાળનો કોળિયો, 

મહામારીનો માર અતિ આકરો.. હે ઈશ્વર !


મંદિર, મસ્જિદ ને દેવળ પણ બંધ !

ક્યાં જઈ ઝોળી મારી ફેલાવું..હે ઈશ્વર ! 


સર્વોપરી થવાની ઘેલછાએ નોતર્યો વિનાશ,

વિજ્ઞાનીઓ-ય પડી રહ્યા ઝાંખા..હે ઈશ્વર ! 


તુજ ઈચ્છા વિના ન હાલે પાંદડું !

હાથે કરીને હાંફ્યો હવે માનવ..હે ઈશ્વર ! 


કાળરાત્રિ સમા આ કાળને મિટાવી દે હવે,

સુવર્ણી સોણલું સજાવી દે.. હે ઈશ્વર ! 


ઝંખુ છું હવે માત્ર સામાન્ય જનજીવન,

મહામારી તો હતું એક દુ:સ્વપ્ન માત્ર..

બસ 'તથાસ્તુ' હવે કહી દેને.. હે ઈશ્વર !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract