તોડફોડ મલ્લ
તોડફોડ મલ્લ
સમયનું કંઈ ઠેકાણું નહીં ક્યારે ફરવા નીકળી પડે કહ્યા વગર,
એટલે વિનવું તને થોડો આપ સમય મને તારી હૂંફની છે જરૂર !
કોઈ રમ્યું, કોઈએ મચકોડ્યું, કોઈએ ફેંક્યું, કોઈએ તોડ્યું,
તોય દિલ મારું છે જબરું ધબકે છે હજી કોઈની આશમાં !
કહેવાય નહીં પણ લખ્યા વિના રહેવાય નૈ-તું વાંચીશને મને,
આમાં મારો શો વાંક જો ધબકે દિલ હજી તારી આશમાં !
કમાલ કરું છું ને હું અવગણીને હમેશાં તારી બુરાઈઓને,
ને ધમાલ કરે છે તું કાં હંમેશાં જોઈ જોઈ મારી સારાઈને !
શબ્દો ને નીર ઓછાં એટલા કિંમતી, વધું તો તોડફોડ મલ્લ,
ઠાલવવા સહેલાં, પણ અઘરાં પાછાં લાવવા, વાપર અક્કલથી !
