STORYMIRROR

Neha Desai

Abstract Tragedy

4  

Neha Desai

Abstract Tragedy

તો શું ?

તો શું ?

1 min
221

છોરું, કછોરું થાય તો, માવતર સંભાળે,

પણ, માવતર જો, કમાવતર થાય, તો શું ?


પ્રહાર, ભાલાથી થાય તો, ઢાલ બચાવે,

પણ, તીર જો શબ્દોનાં, વાગી જાય તો, શું ?


છત જો તૂટે તો, સમારકામ કરાવે,

પણ, માણસ જો, તૂટી જાય તો શું ?


રસ્તો ભૂલ્યાં તો, હોકાયંત્ર દિશા બતાવે,

પણ, મંઝિલ જો, ખોવાય જાય તો શું ?


સંબંધ બગડી જાય તો, પ્રેમ સુધારે,

પણ, 'ચાહત' જ જો, દર્દ બની જાય તો, શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract