STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

તિરસ્કાર, ઘૃણા

તિરસ્કાર, ઘૃણા

1 min
235

તિરસ્કાર, ઘૃણા છે ખતરનાક નકારાત્મકતા અને એક જાતનો મનોવિકાર છે,

સામે વાળાને તો નુકશાન કરે કે નહીં, ધારણ કરનાર પર જ કરે વાર છે,


પોતાની સંસ્કૃતિ માટે પોતાને માન હોવું, એ છે ખુબ જ સારી વાત,

પણ બીજાની સંસ્કૃતિ માટે તિરસ્કાર, એ તો બેધારી તલવાર છે,


દિલમાંથી નીકળીને મગજનો લઈ લે છે કબજો તિરસ્કાર, ઘૃણા,

તિરસ્કાર એ તો, ગમે ત્યારે બદલતો અમીબા જેવો આકાર છે,


તિરસ્કાર આમ જોવા જોઈએ તો છે એક નબળા માણસનું લક્ષણ,

તિરસ્કારનું એક કારણ છે અદેખાઈની ખાઈ, જેમાં માત્ર અંધકાર છે,


આમ તો માનવ સહજ નબળાઈ હોય છે તિરસ્કાર, ઘૃણા,

સમજાય ત્યારે મોડું થઈ જાય છે, તિરસ્કાર તો પોતા પર અત્યાચાર છે,


તિરસ્કારનો સામનો કરવો, ઘૃણા ભાવના વગર છે જિંદગી જીવવાની કલા

તિરસ્કારને સમજીને પચાવી લેવું, એ જિંદગીનો એક પડકાર છે,


તિરસ્કાર, ઘૃણા કરવી જ હોય તો કરો દુનિયાભરના દુર્ગુણ સામે ‘સૌરભ’

દુર્ગુણ સામે તિરસ્કાર, ઘૃણા બની રહે એક જાતના સારા સંસ્કાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract