થઈ ગઈ
થઈ ગઈ


સમસ્યા હતી નહીં, સમસ્યા થઈ ગઈ,
અકળ કો અમારી, અવસ્થા થઈ ગઈ..!
અમારા હૃદયમાં હતો રૂમ ખાલી,
તમારી ત્યાં રહેવા, વ્યવસ્થા થઈ ગઈ..!
તમારા ચરણ તો તમારા ચરણ છે,
એ પથ્થરને અડક્યા, અહલ્યા થઈ ગઈ..!
નથી લાભ કોઈ નથી કોઈ કારણ,
તમારાથી પ્રિતી, અમસ્તા થઈ ગઈ..!
છે હર એક પગલે વજન એક મણનું,
નિરાશાની જ્યારે, અવસ્થા થઈ ગઈ..!