તોલવાનો
તોલવાનો

1 min

27
ચૂપ રહીને આપણે આનંદ આખો લુંટવાનો,
આમ પણ ક્યાં અર્થ કોઈ નીકળે છે બોલવાનો,
જેમની પાસે હતો જઈને હૃદય તું ખોલવાનો,
એમને બહોળો અનુભવ છે હૃદયને તોડવાનો,
માત્ર પૈસા ફેંકવાના ને પછી જો જો તમાશો,
ભલભલો માણસ તમારી આજુબાજુ ડોલવાનો,
જે હવે કણ કણ બની વેરાઈ ગ્યો છે ફર્શ પર એ,
લાગણીના તારને કહો કઈ દવાથી જોડવાનો ?
દોસ્ત બનવું ક્યાં હવે છે એટલું સહેલું 'હૃદય' કે,
કોઈ પણ માણસ પ્રથમ તો માપવાનો તોલવાનો.