આરંભ
આરંભ
1 min
76
આપને લાગ્યું હતું કે અંત છે,
ખેલનો ત્યાંથીજ તો આરંભ છે..!
સાવ ચ્હેરો એમનો એવો હતો,
કોઈ પણ માનીજ લે કે સંત છે..!
સ્હેજ પણ વરસે નહીં ગાજ્યા કરે,
એ હકીકતમાં જૂઓ તો દંભ છે..!
બે જ વસ્તુ પર ચણેલો મ્હેલ છે,
મુઠ્ઠીભર ઉત્સાહ છે ને ખંત છે..!
ક્યાં રમતનો સ્હેજ પણ આનંદ છે,
જીતવા માટે જ આખો તંત છે.. !