લખી છે ગઝલ મેં
લખી છે ગઝલ મેં

1 min

72
પ્રભાતે પ્રભાતે લખી છે ગઝલ મેં,
અને ઢળતી સાંજે લખી છે ગઝલ મેં..!
તમે શું હસો છો ? ઓ પીડા ના કારણ,
તમારા પ્રતાપે લખી છે ગઝલ મેં.!
કદી કોઈ મીઠા કદી કોઈ કડવાં,
અનુભવની સાથે લખી છે ગઝલ મેં..!
ન પેદાશ પઈની ન નવરાશ પળની,
અને ખાલી ખાતે લખી છે ગઝલ મેં..!
તરસ કોઈ રીતે છીપાણી નથી ને,
પછી આ લલાટે લખી છે ગઝલ મેં..!