ગઝલ
ગઝલ
1 min
54
તારકોનું ધ્યાન બીજે ક્યાંક, ભટકાવી ગઝલ,
કુંડળીની મધ્યમાં આબાદ, જો આવી ગઝલ..!
થઈ અમાવસ ઊતરી આવ્યા ગ્રહો મેદાનમાં,
મેં પૂનમના ચંદ્રના જેવી જ, પ્રગટાવી ગઝલ..!
એ રીતે ક્યારેક આવીને વસે હૈયે હરિ..!
આંગણામાં તુલસીની જેમ, મેં વાવી ગઝલ..!
બે લીટીના શેર એના ગ્રંથની સારે ગરજ,
એટલી છે શક્યતા, છે એટલે હાવી ગઝલ..!
જાત સાથે વાત કરવું હોય છે ક્યારે સરળ..?
પણ બધાએ કોયડા, ઊકેલતી ચાવી ગઝલ..!
