જિંદગી
જિંદગી
1 min
36
જોરથી દુઃખોને ઝાટક જિંદગી,
સુખ લઈ ને ચાલ ત્રાટક જિંદગી.
તું બધું સાચું જ માને છે અને,
એક નાટકમાંય નાટક જિંદગી..!
રાહ જોવાની સતત ચાવી ભરી,
ખોલશે ક્યારેક ફાટક જિંદગી..!
એકલા તડકા જ પડવાના નથી,
આપશે થોડીક ટાઢક જિંદગી..!
તું અહીં આનંદ લેવા નિકળ્યો.!!
માત્ર પીડાની જ હાટક જિંદગી..!