આપણે સૌના ઋણી
આપણે સૌના ઋણી
1 min
20
આપણે સૌના ઋણી રામ, આપણે સૌના ઋણી..
હાલતા ચાલતા હાલકડોલક,
થાય આ મારી જાત શું કામ ?
ચરણ જાણે ચૂકી જાતાં,
સીધા રસ્તે તાલ શું કામ ?
આપણે માથે ખડકાયેલી,
ઋણની મોટી ગુણી રામ...
આપણે સૌના ઋણી રામ, આપણે સૌના ઋણી..
સહેજ જરા જ્યાં ગરવ થાતો,
આરસી લઈને આવે જાત...
યાદ કરાવે પા પા પગલી,
યાદ કરાવે માતને તાત...
આપણી અંદર બેઠું છે આ,
કોણ ધખાવી ધૂણી રામ....
આપણે સૌના ઋણી રામ, આપણે સૌના ઋણી..
આમતો શિરે આશિષ એના,
એટલે બધું ચાલે છે...
આમ બધું બેતાલુ છે પણ,
તોય અનોખા તાલે છે...
ભાર નહીં તો કેમ ઊચકવો..?
જાત આ રૂની પૂણી રામ...
આપણે સૌના ઋણી રામ, આપણે સૌના ઋણી.